Get The App

ગુજરાત યુનિવર્સિટીએ CCCની પરીક્ષા લેવાનું અચાનક બંધ કર્યું, હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા

રાજ્યમાં CCCની પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટી સહિત 8 સેન્ટર ફાળવવામાં આવ્યા છે

યુનિવર્સિટીએ પરીક્ષા અંગે સ્પષ્ટતા ન કરવામાં આવતા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી

Updated: Oct 26th, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાત યુનિવર્સિટીએ CCCની પરીક્ષા લેવાનું અચાનક બંધ કર્યું, હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા 1 - image
Image : wikipedia

Gujarat University suddenly stopped conduction CCC Exam : ગુજરાતમાં સરકારી કર્મચારી (government employees)ઓ માટે રાજ્ય સરકાર દ્વારા CCCની પરીક્ષા આપવાનું ફરજિયાત કરાયું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા કેટલાક સમયથી આ પરીક્ષા લેવાનું માંડી વાળતાં રાજ્યના સરકારી કર્મચારી સહિત હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.  

યુનિવર્સિટીમાં હમણા સુધી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ચાલુ હતું

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક જ CCCની પરીક્ષા લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ પરીક્ષા માટે હમણા સુધી રજિસ્ટ્રેશ પણ ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેમાં હજારો ઉમેદવારોએ CCCની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન (candidates have registered) કરાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી પરીક્ષા ક્યારે યોજાશે તેની સત્તાવાર સ્પષ્ટતા (official clarification) પણ ન કરવામાં આવતા ઉમેદવારો મૂંઝવણ (candidates are confused)માં મુકાયા છે અને ભારે નારાજગી જોવા મળી રહી છે.  

CCCની પરીક્ષા માટે આ યુનિવર્સિટીમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે

ગુજરાત સરકાર દ્વારા CCCની પરીક્ષા માટે 8 યુનિવર્સિટીઓમાં પરીક્ષા સેન્ટર (centers were allotted) ફાળવવામાં આવ્યા હતા જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, એમ.એસ યુનિર્સિટી એચએનજીયુ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બે-ત્રણ વખત પરીક્ષા યોજાવામાં આવતી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવતા હતા.  

ગુજરાત યુનિવર્સિટીએ CCCની પરીક્ષા લેવાનું અચાનક બંધ કર્યું, હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા 2 - image

Tags :