Gujarat

ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની 'સ્મશાન યાત્રા' કાઢી

By GS TEAM
6 Oct 20251 min read
TukuTouch Logo
અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ (GCAS) માં રહેલી ખામીઓ અને તેના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના મુદ્દે એન.એસ.યુ.આઇ. (NSUI) દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી બહાર ભારે સૂત્રોચ્ચાર સાથે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ GCASની સ્મશાન યાત્રા કાઢીને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની 'સ્મશાન યાત્રા' કાઢી

NSUI Protest in Gujarat Univesity: અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ (GCAS) માં રહેલી ખામીઓ અને તેના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના મુદ્દે એન.એસ.યુ.આઇ. (NSUI) દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી બહાર ભારે સૂત્રોચ્ચાર સાથે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ GCASની સ્મશાન યાત્રા કાઢીને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

GCAS પોર્ટલમાં ખામીનો આક્ષેપ, વિદ્યાર્થીઓ અટવાયા

એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે GCAS પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં અટવાયા છે અને પ્રવેશથી વંચિત રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે જીકાસ (GCAS) પોર્ટલમાં એડમિશનની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને સમાવવામાં આવે.

આ પણ વાંચો: અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ

બેઠકો ખાલી છતાં પ્રવેશ નહીં, ખાનગી યુનિવર્સિટીને લાભ

એન.એસ.યુ.આઇ.એ એવો પણ આરોપ મૂક્યો હતો કે યુનિવર્સિટીમાં ઘણી બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ ખામીભરી પ્રક્રિયાના કારણે ખાનગી યુનિવર્સિટીઓને લાભ થયો હોવાનો પણ સંગઠને આરોપ લગાવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં એન.એસ.યુ.આઇ. દ્વારા તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરવા માટે યુનિવર્સિટી તંત્ર પાસે માગણી કરવામાં આવી હતી. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.