Gujarat

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દીધી

By GS TEAM
25 Sep 20251 min read
TukuTouch Logo
ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમમાં આ ઘટના બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દીધી

Gujarat Univercity News : ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમમાં આ ઘટના બની હતી.


મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી. તેમણે તરત જ આ બોટલ ઉપાડીને ધીમેથી  કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાને આપી દીધી હતી. નિરજા ગુપ્તાએ મીડિયાની નજરથી દૂર રહેવા માટે તે બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

આ સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ યુનિવર્સિટીના વહીવટ પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.