Gujarat

CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્યાં ગયા?

By GS TEAM
10 Sep 20252 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100% 'ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ'માં જમા કરાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો CAGના ઑડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ મુજબ, કુલ રૂ. 148.80 કરોડની રકમ ટ્રાન્સફર થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્યાં ગયા?

CAG Report : ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100% 'ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ'માં જમા કરાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો CAGના ઑડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ મુજબ, કુલ રૂ. 148.80 કરોડની રકમ ટ્રાન્સફર થઈ નથી.

શું છે CAGનો ખુલાસો?

CAGના વાર્ષિક નાણાકીય ઑડિટ રિપોર્ટમાં 2012-13 થી 2023-24 સુધીના સમયગાળાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે ટ્રાફિક દંડ તરીકે કુલ રૂ. 1,123.29 કરોડ વસૂલ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર રૂ. 974.49 કરોડ જ 'ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિ' (GSMSN)ના ફંડમાં ટ્રાન્સફર થયા. આ આંકડા દર્શાવે છે કે 13% જેટલી રકમ એટલે કે રૂ. 148.80 કરોડ અન્યત્ર જતી રહી છે.

નિયમ મુજબ, ટ્રાફિક દંડમાંથી મળતી આવક રાજ્યનિધિમાં જમા થવી ફરજિયાત છે. આ આવકનો ઉપયોગ માર્ગ સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ માટે થાય છે. આ હેતુસર, ડીજી અને આઈજીપી, ગાંધીનગરના નામે એક ખાનગી લેજર ખાતું (PLA) ખોલવામાં આવ્યું છે, જેમાં 2006થી સરકારે 100% દંડની રકમ જમા કરાવવાની જોગવાઈ કરી હતી.

વર્ષવાર આંકડાઓ પર એક નજર

રિપોર્ટમાં વર્ષવાર ટ્રાન્સફરની ટકાવારી પણ દર્શાવવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કયા વર્ષમાં કેટલી રકમ ટ્રાન્સફર થઈ હતી. 

2012-13: કુલ રૂ. 38.22 કરોડ વસૂલાયા હતા, જેમાંથી માત્ર રૂ. 22.99 કરોડ (60.18%) ટ્રાન્સફર થયા.

2015-16: કુલ રૂ. 78.65 કરોડ વસૂલાયા હતા, જેમાંથી માત્ર રૂ. 59.76 કરોડ (76.01%) ટ્રાન્સફર થયા.

2023-24: કુલ રૂ. 237.00 કરોડ વસૂલાયા હતા, જેમાંથી રૂ. 208.65 કરોડ (88.05%) ટ્રાન્સફર થયા.

આ આંકડાઓ દર્શાવે છે કે દરેક વર્ષે ટ્રાન્સફર થયેલી રકમની ટકાવારીમાં વધારો થયો છે, પરંતુ કોઈ પણ વર્ષમાં 100% રકમ ટ્રાન્સફર થઈ નથી. કુલ ટ્રાન્સફર થયેલી રકમની ટકાવારી માત્ર 87.06% છે. આ ખુલાસા બાદ બાકીની રકમ ક્યાં ગઈ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.