ગુજરાતમાં આજથી બે લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ધો.10-12ની પુરક-પુન: બોર્ડ પરીક્ષા
10th-12th Re-Exams In Gujarat: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે (23મી જૂન)થી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક અને પુન:બોર્ડ પરીક્ષા આપશે. જેમાં આ વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યના 68 ઝોનમાં 112 કેન્દ્રોમાં 646 બિલ્ડીંગોમાં 6048 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ત્રીજી જુલાઈ સુધી આ પૂરક-પુન:બોર્ડ પરીક્ષા ચાલશે. આ વર્ષે પ્રથમવાર ધો.10 અને 12માં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લોવાઈ રહી છે અને બેસ્ટ ઓફ ટુ સ્કીમ અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ અગાઉ પાસ છતાં ફરીથી પરીક્ષા આપશે. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની ઓનલાઈન મુદત પુરી થયા બાદ પણ કેટલાક ફોર્મ ઓફલાઈન ભરાયા હતા ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10 હજારથી વધુ ફોર્મ ઓફલાઈન ભરાયા હતા.
ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયોમાં પરીક્ષા લેવાશે
ધોરણ 10 અને 12ની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી મુખ્ય જાહેર બોર્ડે પરીક્ષા બાદ 23મી જૂનથી રાજ્યમાં પૂરક પરીક્ષા અને પુન:બોર્ડે પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં એક કે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા લેવાશે અને અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુની સ્કીમ અંતર્ગત માક્સ-પરિણામ સુધારા માટે ફરી પરીક્ષા લેવાશે. ગત વર્ષે પ્રથમવાર માત્ર 12 સાયન્સમાં તમામ વિષયોમાં ફરી બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. જ્યારે વર્ષ 2025માં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયોમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે ધોરણ 10માં બેને બદલે ત્રણ અને 12 સા.પ્ર.માં એકને બદલે બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી શરૂ થનારી આ પુન:બોર્ડ પરીક્ષા-પૂરક પરીક્ષા રાજ્યના 68 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 51813 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10ની પરીક્ષા 34 ઝોનમાં 39 કેન્દ્રોમાં 391 બિલ્ડિંગમાં 3756, ધોરણ 12 સા.પ્ર.ની પરીક્ષા 39 કેન્દ્રોમાં 96 બિલ્ડિંગમાં 794 બ્લોકમાં અને ધોરણ 12 સાયન્સની પ્રવાહની પરીક્ષા 34 કેન્દ્રોમાં 159 બિલ્ડિંગમાં 1498 બ્લોકમાં લેવાશે. આમ ધોરણ 10-12ના કુલ 208314 વિદ્યાર્થીઓની પીરક્ષા 68 ઝોનમાં 112 કેન્દ્રોમાં 649 બિલ્ડિંગમાં 6048 બ્લોકમાં લેવાશે. ધો.10ની પરીક્ષા પહેલી જુલાઈ સુધી ચાળશે અને જેમાં સવારેથી 10થી 1:15 સમય રહેશે.
12 સાયન્સની પરીક્ષા 30 જૂન સુધી ચાલશે અને જેમાં બપોરના 6થી 6:30 સુધીનો સમય રહેશે.ધોરણ 12 સા.પ્ર.ની પરીક્ષા ત્રણ જુલાઈ સુધી ચાલશે અને જેમાં બે સેશનમાં સવારે 10થી 1:45 અને બપોરે 3થી 6:15 સુધીનો સમય રહેશે.