ગુજરાત ટીમનું પ્રથમ કુન ખ્મેર નેશનલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : ગોવાના માપુસા સ્થિત પેડ્ડેમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહેલી વાર કુન ખ્મેર નેશનલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
કુન ખ્મેર કંબોડિયાની એક માર્શલ આર્ટ છે. આ કોમ્બેટ સ્પોર્ટમાં સ્ટેન્ડ-અપ સ્ટ્રાઇકિંગ અને ક્લિન્ચ ફાઈટિંગનો સમાવેશ થાય છે, એસોસિએશન ઓફ કુન ખ્મેર ફેડરેશન-ઇન્ડિયા દ્વારા આ ઇવેન્ટનું સંચાલન કરવામાં આવ્યું હતું. તમામ વય જૂથોમાં, મેન્સ અને વિમેન્સએ ભાગ લીધો હતો. વડોદરા અને આણંદના ખેલાડીઓ સહિતની ગુજરાત ટીમના ખેલાડીઓ શ્રેયસ કાંતિકર, બારોટ આદિત્ય ઠાકોરભાઈ, પટેલ યોરાથ ગાર્ગેય અને શુભમ પારેખે તેમની કુશળતા દર્શાવીને એક સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક હાંસિલ કર્યો હતો. સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા હતા. તમામ મેચ રોમાંચક રહી હતી. નાના બાળકોએ પણ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કર્યું હતું.








