
44મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનારી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યની જુનિયર ખો-ખો ટીમ આજે વડોદરા રેલ્વે સ્ટેશનથી બેંગલુરુ માટે રવાના થઈ હતી.
AKFFG(અમેચર ખો-ખો ફેડરેશન ગુજરાત) ના જનરલ સેક્રેટરી અશોક ગરુડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025 તા. 31 ડિસેમ્બરથી તા. 04 જાન્યુઆરી સુધી બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાશે. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 36 ટીમો ભાગ લેશે, જેમાં જુનિયર ભાઈઓ અને બહેનો બંને વર્ગના ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી કુલ 30 ખેલાડીઓ, 2 કોચ, 2 મેનેજર અને 1 ફિઝિયો સામેલ છે. ગુજરાતની ટીમ પાસેથી ઉત્તમ પ્રદર્શનની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખેલાડીઓમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.


