Get The App

તાપીના વેલદા ગામેથી 7 જીલેટિન સ્ટીક સાથે ચાર આરોપીઓની ધરપકડ, SOGએ કરી કાર્યવાહી

Updated: Jan 28th, 2025

GS TEAM

Google News
Google News
તાપીના વેલદા ગામેથી 7 જીલેટિન સ્ટીક સાથે ચાર આરોપીઓની ધરપકડ, SOGએ કરી કાર્યવાહી 1 - image

Tapi News: છેલ્લાં ઘણાં સમયથી રાજ્યભરમાંથી વિસ્ફોટક પદાર્થ ખોરાક સમજીને ખાવાના કારણે પશુઓના મોતથી લઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના બનાવ સામે આવ્યા છે. હાલ તાપી જિલ્લાના નિઝર તાલુકામાં SOG પોલીસ દ્વારા આ અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાપી જિલ્લાના વેદલા ગામની સીમના ખેતરમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવાયા છે. 

શું છે સમગ્ર ઘટના? 

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં વેદલા ગામની સીમમાંથી SOG પોલીસે વિસ્ફોટકો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 7 જિલેટિન સ્ટીક સહિતનો જથ્થો અને આશરે  એક લાખ, ત્રણ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિસ્ફોટક અને મુદ્દામાલ સાથે પોલીસે ભાવિન પટેલ, રામચંદ્ર ભીલ, જમનાલાલ જાટ અને ધનરામ કીર નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં યુવકોએ સિગારેટના કસ મારતાં મારતાં તલવારથી કાપી કેક, પછી જુઓ પોલીસે શું કર્યું 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વિસ્ફોટક સામગ્રી અંગે કોઈ બિલ કે ખરીદીના કોઈ નક્કર પુરાવા મળ્યા નહતાં. આ ગંભીર બાબતને લઈ પોલીસે નિઝર પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝીવ એક્ટ તેમજ BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 288, 54 તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 4, 5, 6 અને સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 5, 9(1)B, 12 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બન્યા આઈ. પી. ગૌતમ, 2 વર્ષ સુધી રહેશે સેવારત

નોંધનીય છે કે, આરોપીઓએ પોલીસ તપાસમાં જણાવ્યું કે, વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ ખેતરમાં આવેલાં કૂવાના ખોદકામ માટે કરવાનો હતો. જોકે, હાલ પોલીસે તમામ આરોપીઓના નિવેદન નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.