ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે : ધો. 10 બોર્ડના રિઝલ્ટની તારીખ પણ જાહેર
ગાંધીનગર,તા. 3 જુન 2022,શુક્રવાર
માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ગત મહિને વિજ્ઞાન પ્રવાહના પરિણામો બાદ આવતીકાલે જાહેર થશે.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે. સાથે ધોરણ 10 બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે.
10 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામ 6 જૂન રોજ માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થશે.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. સાથે ધોરણ 10 બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે.
10 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામ 6 જૂન રોજ માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થશે.