Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં દરરોજ બે સ્થળો પર 30 દિવસ સુધી મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન

By GS TEAM
11 Nov 20251 min read
TukuTouch Logo
શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક અને નર્મદેશ્વર મંદિરે યોજાઇ રહ્યા છે કેમ્પ : યોગ પ્રેમીઓ લીંક પર કિલક કરીને રજિસ્ટ્રેશન કરી શકશે

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં દરરોજ બે સ્થળો પર 30 દિવસ સુધી મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન

Jamnagar : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસીથી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના મેદસ્વિતા મુક્ત અભિયાનને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત  વિષય અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં એકસાથે 100 સ્થળોએ 10 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી દરરોજ સવારના 6.30 થી 8.00 વાગ્યા સુધી 100 લોકો સાથે 30 શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.

 જામનગરમાં તા.10 નવેમ્બર 2025 ના દિવસથી આ 30 દિવસીય યોગનો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારે 6.30 થી 8.00 વાગ્યા સુધી એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ સાંજે 4.30 થી 5.30 વાગ્યા સુધી નર્મદેશ્વર મંદિર, પંચવટીમાં પ્રારંભ થયો છે. જે કેમ્પ તા.10 ડીસેમ્બર સુધી ચાલુ રહેશે. htps://medasvitacam parybin આ લીંક પર ક્લિક કરીને લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે શિભિરમાં જામનગરના નાગરિકોને બહોળી સંખ્યામાં જોડાઈને લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગર જિલ્લાના કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.