Get The App

મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટ, પણ રાજ્યની સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ

Updated: Mar 5th, 2025

GS TEAM


Google News
Google News
મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટ, પણ રાજ્યની સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ 1 - image
પ્રતિકાત્મક તસવીર

Gujarat State Government Schools Condition : રાજ્યની અનેક સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. મંત્રીઓ માટે આલિશાન બંગલા-ફ્લેટની સુવિધા છે, ત્યારે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ હોવાની સાથે ક્લાસરૂમની છત જર્જરિત હાલતમાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં 704 ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. જ્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલી શાળાઓમાં 628 ક્લાસરૂમની અછત છે. જેમાં જામનગરની 150 શાળામાં 323, દ્વારકાની 110 શાળામાં 305 ક્લાસરૂમની અછત હોવાનું સામે આવ્યું છે. 

રાજ્યની અનેક શાળાઓમાં ઓરડાની ઘટ, કેટલાય જર્જરિત રૂમ 

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યની શાળાની સ્થિતિ અને ઓરડાની ઘટને લઈને માહિતી આપવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાની શાળામાં 380 ઓરડા જર્જરિત હાલતમાં છે. જેની સામે સરકારે સાબરકાંઠામાં 818 અને અરવલ્લી જિલ્લાની શાળાના 407 જેટલા ઓરડા નવા બનાવ્યા છે. 

આ પણ વાંચો: જૂનાગઢના મેયર બન્યા ધર્મેશ પોસિયા, ડે. મેયર આકાશ કટારા, 68 ન.પા.ના પ્રમુખોની પણ જાહેરાત

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, શહેર અને જિલ્લાની કુલ 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 જેટલા ઓરડાની અછત છે. જેમાં અમદાવાદ શહેર એટલે અમરાઈવાડી, ઓઢવ, ખોખરા, અસારવા, બેહરામપુરા, બાપુનગર, સૈજપુર, કોતરપુર, સાબરમતી, રાણીપ, દાણીલીમડા, વાડજ, વટવા, દૂધેશ્વર, સરસપુર, દાણીલીમડા, નારણપુરા, સરદારનગર, કાલુપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં આવેલી કુલ 87 શાળામાં 619 ઓરડાની ઘટ છે. જ્યારે જિલ્લાના વિરમગામની 14 શાળા, ધોળકાની 8, દસ્ક્રોઈની 7, સાણંદની 6, દેત્રોજની 5, ધંધુકાની 1, ધોલેરાની 1 સરકાર પ્રાથમિક શાળા સહિત કુલ 44 શાળાઓમાં 132 ઓરડાની અછત હોવાનું સામે આવ્યું છે. 


Tags :