ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચાલતું હતું નેટવર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News: સાયબર ક્રાઈમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટની સર્વિસ પુરી પાડતી ગેંગને ઝડપી લેવા માટે સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત વડોદરામાંથી 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા ખોલવામાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાંથી 210 કરોડ રૂપિયાની રકમની હેરફેર કરવામાં આવી હતી.
આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં ડિજિટલ પુરાવા મળ્યા
આરોપીઓ પાસેથી મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટને લગતા દસ્તાવેજો, ક્યુ આર કોડ અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. પોલીસને આરોપી પાસેથી 11 મોબાઈલ ફોન, 12 ચેકબુક, 5 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 1 લેપટોપ, બેંક અલગ અલગ 10 ક્યુ આર કોડ મળી આવ્યા હતા. લેપટોપમાં તપાસ કરતા તેમના દ્વારા ખોલવામાં આવેલા કુલ બેંક એકાઉન્ટમાંથી કુલ 210 કરોડ રૂપિયાની હેરફેર કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓની ભૂમિકા
અબ્દુલ પઠાણ નામનો આરોપી મલ્ટીપલ બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાં ઉપાડવાનું કામ કરતો હતો. વિવેક વણઝારા નામનો આરોપી કમિશન લઈને એકાઉન્ટ ખોલીને કમિશન આધારે નાણાં ઉપાડતો હતો. તેને મંચક બૈરવા નામનો મિત્ર મદદ કરતો હતો. રોહિત શર્મા બેંક એકાઉન્ટમાં કમિશનના આધારે નાણાં ટ્રાન્સફર કરતો હતો. મોહિત રાવલ મોબાઈલ બેંકિંગ માટે સીમ કાર્ડ પુરા પાડતો હતો. દિપેશ રાજપુરોહિત મુખ્ય માસ્ટર માઈન્ડ હતો અને 40થી વધુ બેંક ખાતાનું સંચાલન કરતો હતો.








