ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન

બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ 19 જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. આ ચેમ્પિયનશિપમાં 850 બેડમિન્ટન ખેલાડી મેન્સ અને વિમેન્સએ વિવિધ વય જૂથમાં ભાગ લીધો હતો. તથા અંડર 11, 13, 15, 17, 19 અને ઓપન કેટેગરીની કુલ 28 ઈવેન્ટ યોજાઈ હતી. આજે ચેમ્પિયનશિપના સમાપન સાથે અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના કુલ 10 ઈવેન્ટના સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીના ફાઇનલમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.