Gujarat SIR: What to Do If Your Name Is Missing from Draft Voter List? Step-by-Step Guide | ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. 19 ડિસેમ્બરે સાંજે જાહેર કરાયેલી યાદીમાં 4.34 કરોડ મતદારોના નામ નોંધાયા છે જ્યારે 73.73 લાખ મતદારોના નામ કાઢી નાંખવામાં આવ્યા છે. એવામાં જો તમે ગુજરાતમાં હયાત હોવ છતાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી પુરાવા રજૂ કરવાના રહેશે.
ગુજરાત SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય તેવા મતદારો પાસે હજુ 18 જાન્યુઆરી, 2026 સુધીનો સમય છે. તેઓ વાંધા-દાવા રજૂ કરી શકશે. જે બાદ તેમની અરજીનો 10મી ફેબ્રુઆરી 2026 સુધીમાં નિકાલ કરાશે. જે બાદ ફાઇનલ મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ જાહેર કરાશે.
SIR ડ્રાફ્ટ લિસ્ટમાં નામ ન હોય તો શું કરવું?
આધાર પુરાવાના દસ્તાવેજ સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન ફૉર્મ નંબર 6 ભરવું
SIR ડ્રાફ્ટ લિસ્ટની વિગતમાં ભૂલ હોય તો શું કરવું?
આધાર પુરાવાના દસ્તાવેજ સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન ફૉર્મ નંબર 8 ભરવું
SIR ડ્રાફ્ટ લિસ્ટ સામે કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા ફૉર્મ નંબર 7 ભરી અરજી કરી શકાશે
SIR ડ્રાફ્ટ યાદીમાં પોતાનું નામ ક્યાં ચકાસવું?
વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
વોટર પોર્ટલ : voters.eci.gov.in
ECINET App
BLO પાસેથી
જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
ગુજરાતમાં SIR બાદ 73.73 લાખ મતદારોના નામ કપાયા
અવસાન પામેલા મતદારો- 18,07,278
ગેરહાજર મતદારો- 9,69,662
કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553
બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470
અન્ય- 1,89,364


