ગુજરાતની હૈયું હચમચાવી દે તેવી ક્રૂર ઘટના: નિર્દયી દાદીએ સવા વર્ષના પૌત્રને બચકાં ભરી મોતને ઘાટ ઉતાર્યો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
Gujarat Shoking Incident


Gujarat Shoking Incident: અમરેલીનાં રાજસ્થળી ગામે હૈયું હચમચાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સવા વર્ષના પૌત્રને બચકાં ભરીને નિર્દયી દાદી દ્વારા ક્રૂર હત્યા કરી હતી. રાત્રે માસુમ બાળક ખૂબ રડતું હોવાથી શાંત કરવા માટે નિષ્ઠુર દાદીએ નિર્દયતાથી લાફા-ધબ્બા મારીને બચકાં ભરી મોતને ઘાટ ઉતારી દેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, રહેતા રફિકભાઇ હુસેનભાઇ સૈયદનો એક વર્ષ અને બે માસનો પુત્ર ઘોડીયા નીચે શરીર પર ઈજાના શંકાસ્પદ નિશાન સાથે મળી આવ્યો હતો. આ માસૂમને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા, પણ ત્યાં મૃત જાહેર કરતા પરિવારજનો ભાંગી પડયા હતા. પરંતુ બાળકને ઈજાના નિશાન હોવાથી પોલીસને જાણ કરતા તાબડતોબ સરકારી હોસ્પિટલે દોડી આવીને પરિવારજનોની પૂછતાછ કરતા બધાએ કંઈ ખબર નહીં હોવાનું કહ્યું હતું. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર મેડીકલ કોલેજ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાંથી રિપોર્ટ આવતા માસુમ બાળકને અમાનવિય મારકૂટ કરવા સાથે આખા શરીરે નિર્દયતાપૂર્વક બચકાં ભરવામાં આવ્યાનું ખુલતા પોલીસ પણ હચમચી ગઇ હતી.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત, નહીંતર પગાર નહી મળે


આ મામલે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇએ જણાવ્યું કે, 'ગંભીર ઘટનામાં પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી બધાની ઉલટ તપાસ શરૂ કરતા અંતે દાદી કુલસનબેન હુસેનભાઇ સૈયદે કબુલી લીધું હતું કે, પોતે જ સવા વર્ષના માસુમ પૌત્ર અલીરજાકની હત્યા કરી હતી. રાત્રે ખૂબ ઊંઘ આવતી હતી ત્યારે જ પૌત્ર ઉઠીને ખૂબ રડવા લાગતા અને શાંત નહીં થતાં ઉશ્કેરાઇ જઇને લાફા મારવા સાથે બચકાં પણ ભરી લીધા હતા. જેથી પૌત્ર બેશુદ્ધ જેવો થઈ ગયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ મામલે દાદી કુલશનબેનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ છે.'

ગુજરાતની હૈયું હચમચાવી દે તેવી ક્રૂર ઘટના: નિર્દયી દાદીએ સવા વર્ષના પૌત્રને બચકાં ભરી મોતને ઘાટ ઉતાર્યો 2 - image


Google NewsGoogle News