Get The App

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા 1 - image


Major Drop in US-Bound Students: ગુજરાતમાંથી દર વર્ષે અમેરિકા, કેનેડા, યુકે, જર્મની અને ઓસ્ટ્રેલિયા સહિતના દિવસોમાં ઉચ્ચ અભ્યાસ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. ત્યારે અમેરિકા સહિતના દેશોમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો

અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓએ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોય, ત્યાં માર્કશીટ તેમજ ડિગ્રી વેરિફિકેશન માટે તથા ટ્રાન્સક્રિપ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષના અરજીઓના આંકડા જોઈએ તો વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આંકડા મુજબ એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં કુલ 14,864 વિદ્યાર્થીઓએ વેરીફીકેશન અને ટ્રાન્સક્રિપ માટે અરજી કરી હતી. જ્યારે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં કુલ 18237 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેની સામે એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીના એક વર્ષમાં 11071 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. 

આ પણ વાંચો: પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી... ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો


આમ 2023-24ના ઘટાડો નોંધાયો છે. મહત્ત્વનું છે કે છેલ્લા 2-3 ત્રણ વર્ષમાં અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા નિયમો સહિતના અનેક નિયમો વર્ષની સામે 2024-25માં 40% જેટલો બદલાયા છે અને કેટલેક અંશે કડક પણ થયા છે, જેની અસર વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળે છે.

આ આંકડા તો માત્ર રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીના છે, પરંતુ જીટીયુ તેમ જ અન્ય સરકારી સ્ટેટ યુનિવર્સિટીના માર્કશીટ અને ડિગ્રી વેરિફિકેશનના આંકડા જોઈએ તો વધુ ચિત્ર સ્પષ્ટ થઈ શકે. જ્યારે એપ્રિલ 2025થી ઓગસ્ટ 2025ના પાંચ મહિનાના ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશનના આંકડા જોઈએ તો 4066 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.

Tags :