Get The App

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં થશે સુધારો, સરકારે સમિતિની કરી રચના

Updated: Feb 6th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં થશે સુધારો, સરકારે સમિતિની કરી રચના 1 - image


Gujarat News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ની કલમ-3 હેઠળ કરવામાં આવ્યો છે. આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ-53 હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ઘડવામાં આવ્યો હતો. જોકે, તેમાં જરૂર જણાયે વખતો-વખત સુધારો પણ કરવામાં આવ્યો હતો. તેમા છતાં ઘણીબધી જોગવાઈઓની સ્પષ્ટતા ન હોવાના કારણે નામદાર હાઈકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી તેમજ બિનજરૂરી ગૂંચવણ ઉભી થતી હતી. આ ગૂંચવણના કારણે કેસનો સમયસર નિકાલ નહતો થતો અને સરકાર પક્ષે નાણાંકીય ભારણ વધતું. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવાની જરૂરત જણાઈ છે.

આ પણ વાંચોઃ યુવતીની છેડતી બાદ ઠપકો આપવા ગયેલા પિતાની હત્યાના કેસમાં યુવકને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં સુધારો કરવા માટે અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને નીચે મુજબના સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં થશે સુધારો, સરકારે સમિતિની કરી રચના 2 - image

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી વધુ એક વખત બ્રિજ નીચે પે એન્ડ પાર્કની કાર્યવાહીથી વિવાદ

સમિતિની કાર્ય સંબંધિત શરતોઃ

  • સમિતિનું મુખ્ય મથક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અધ્યક્ષ નક્કી કરે તે મુજબનું રહેશે. 
  • સમિતિની બેઠકનું આયોજન દર 14 દિવસે કરવાનું રહેશે. 
  • સમિતિએ તેનો અહેવાલ ત્રણ માસના સમયગાળા સુધીમાં સરકારને રજૂ કરવાનો રહેશે. 
  • સમિતિ ઈચ્છા અનુસાર અથવા જરૂર જણાયે આમંત્રિત સભ્યોને બોલાવી શકશે અને આમંત્રિત સભ્યોના અભિપ્રાય લઈ શકાશે. 
Tags :