Get The App

ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર 1 - image


Academic Calendar 2025-2026: ગુજરાતમાં શાળાકીય પ્રવૃતિ માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓ, રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 11થી 20મી સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ધોરણ 9થી 12ની પ્રિલિમ/બીજી પરીક્ષા 16થી 24મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળીનું વેકેશન જાહેર, વાલીઓ જાણી લો તારીખ


ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર 2 - image

ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર 3 - image

ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર 4 - image

ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર 5 - image

ધોરણ 10-12 બોર્ડની સૈદ્ધાંતિક કે પ્રાયોગિક પરીક્ષા 30મી જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5થી 13મી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજવામાં આવશે. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી 16મી માર્ચ વચ્ચે યોજાશે. ધોરણ 9-11ની વાર્ષિક પરીક્ષા 9થી 20મી એપ્રિલ વચ્ચે યોજાશે. પ્રથમ સત્રમાં 105 કાર્ય દિવસો રહેશે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન 15 જાહેર રજાઓ અને 9 સ્થાનિક રજાઓ રહેશે. વેકેશન 21 દિવસનું 16 ઑક્ટોબરથી 5 નવેમ્બરનું રહેશે. દ્વિતિય સત્ર 144 દિવસનું 6 નવેમ્બરથી 3 મે સુધી રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 4 મેથી 7 જૂન સુધીનું રહેશે.


Tags :