Gujarat

આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી

By GS TEAM
17 Jun 20262 mins read
TukuTouch Logo
RTE હેઠળ ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં ત્રીજો રાઉન્ડ પુરો થઈ ગયો છે અને ત્રીજા રાઉન્ડ બાદ પણ 6 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે ત્યારે હવે 18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે. આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ અનેક બેઠકો ખાલી જ રહેશે. કારણકે જે બેઠકો ખાલી છે તેમાં વાલીઓની ચોઈસ નથી અને વાલીઓની ચોઈસ છે ત્યાં બેઠકો ખાલી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી

Gujarat RTE Admission Fourth Round: RTE હેઠળ ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં ત્રીજો રાઉન્ડ પુરો થઈ ગયો છે અને ત્રીજા રાઉન્ડ બાદ પણ 6 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે ત્યારે હવે 18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે. આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ અનેક બેઠકો ખાલી જ રહેશે. કારણકે જે બેઠકો ખાલી છે તેમાં વાલીઓની ચોઈસ નથી અને વાલીઓની ચોઈસ છે ત્યાં બેઠકો ખાલી નથી.

18 જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ ચાલશે

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધો.1માં 25 ટકા બેઠકોમાં મેરિટ-માપદંડોના આધારે બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાય છે. આ વર્ષે રાજ્યમાં RTE હેઠળ 9700થી વધુ સ્કૂલોમાં 83000થી વધુ બેઠકો હતી. જેની સામે 1.50 લાખથી વધુ વાલીઓની માન્ય અરજી હતી.

RTEમાં ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા છે. બે રાઉન્ડ બાદ ખાલી રહેલી 7022 બેઠકો માટે થયેલા ત્રીજા રાઉન્ડમાં 1926 બાળકોને વાલીઓની ચોઇસના આધારે પ્રવેશ ફાળવાયો હતો. 15મી સુધીમાં સ્કૂલે રૂબરૂ પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત હતી ત્યારે 1926માંથી માત્ર 937 બાળકોના વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. 

20મી જૂન સુધી સ્કૂલ પસંદગી કરી શકાશે

આમાં ત્રણ રાઉન્ડ બાદ પણ હજુ 6085 બેઠકો ખાલી છે.જેના માટે હવે 18મી જૂનથી ચોથો અને અંતિમ રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડમાં વાલીઓ 20મી જૂન સુધી સ્કૂલ પસંદગી કરી શકશે અને અગાઉની ચોઈસ ફેરબદલ કરી શકશે. ચાર રાઉન્ડ બાદ પણ ઘણી બેઠકો ખાલી રહે તેમ છે. કારણકે ઘણી સ્કૂલોમાં ખાલી બેઠકો સામે વાલીઓની ચોઈસ જ નથી.