મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય
AI IMAGE |
Deputy Mamlatdar Recruitment : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 5502 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે, જેનાથી મહેસૂલ વિભાગના કામકાજને વેગ મળશે અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ થશે.
જાણો કેવી રીતે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
રાજ્ય સરકાર સરકાર દ્વારા કુલ 5502 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી કલેક્ટર કચેરીમાં 5186 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જ્યારે પ્રતિનિયુક્તિ ((ડેપ્યુટેશન)થી 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરવામાં આવશે.
બેકલોગ ખાલી જગ્યાઓ (કેટેગરી-એ): તમામ કેડરથી 4699 જગ્યાઓ આ કેટેગરી હેઠળ ફાળવવામાં આવી છે.
મહેસૂલ વિભાગ અંતર્ગત ખાસ પ્રતિનિયુક્ત નિમણૂકો: 103 જગ્યાઓ આ માટે ફાળવવામાં આવી છે.
સંવર્ધિત કેડર હેઠળ: 79 જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે.
ડેપ્યુટેશન રિઝર્વ હેઠળ: 116 જગ્યાઓ આ હેઠળ ફાળવાઈ છે.
આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહેશે. આ જગ્યાઓ પર નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત રહેશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહેસૂલ વિભાગમાં અધિકારીઓની અછતને કારણે કેટલાક કામોમાં વિલંબ થતો હતો. આ નવી ભરતીથી વિભાગની કામગીરી ઝડપી બનશે.