Gujarat

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય

By GS TEAM
4 Feb 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં (2 ફેબ્રુઆરી, 2026ના રોજ) એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 'ઈ-રજિસ્ટ્રેશન' કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફાર 'નોંધણી અધિનિયમ, 1908 (Registration Act, 1908)ની કલમ 78 હેઠળ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય
AI તસવીર 

E-Registration: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં (2 ફેબ્રુઆરી, 2026ના રોજ) એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 'ઈ-રજિસ્ટ્રેશન' કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફાર 'નોંધણી અધિનિયમ, 1908 (Registration Act, 1908)ની કલમ 78 હેઠળ કરવામાં આવ્યો છે. જેથી હવે જમીન-મિલકતનું ઈ-રજિસ્ટ્રેશન મોંઘું પડશે.

શું ફેરફાર થયો?

સરકારે 1987ના જૂના ફીના નિયમોમાં સુધારો કરીને એક નવો ક્રમ (Sr. No. 29) 'ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી' ઉમેર્યો છે. આ સુધારો થતાં હવેથી જ્યારે પણ તમે કોઈ દસ્તાવેજનું 'ઈ-રજિસ્ટ્રેશન' કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, આ નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.


જો આપણે સાદી ભાષામાં કહીએ તો, હવે ઓનલાઈન દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા કરાવશો ત્યારે દસ્તાવેજ દીઠ 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. જેની સીધી અસર નાગરિકો પર પડશે. હાલ નોટિફિકેશનને ગુજરાત સરકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા તેમજ ઈ-પબ્લિશ કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતીમાં અનુવાદ થયા બાદ તેની આવૃત્તિ પણ પ્રસિદ્ધ થશે.