ગુજરાતમાં રેડ ઍલર્ટ વચ્ચે 83 તાલુકા ભીંજાયા, સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon Update : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઇંચ અને ગીર સોમનાથના વેરાવળમાં 2.1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 11 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો અને 69 તાલુકામાં 1 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
આજે (18 જૂન) 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: ચોમાસાના પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઇઍલર્ટ પર, નર્મદા ડેમ 51% ભરાયો, જાણો અન્યની સ્થિતિ
બપોરે 2 વાગ્યા સુધી ક્યાં કેટલો નોંધાયો વરસાદ 

હવામાન વિભાગે આપ્યું રેડ ઍલર્ટ
હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (18 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને 6 જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
રેડ ઍલર્ટઃ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરુચ, સુરત, જૂનાગઢ, પોરબંદર.
ઑરેન્જ ઍલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી.
યલો ઍલર્ટઃ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.









