Get The App

મૃતપ્રાય ટીબીએ ગુજરાતમાં ઊથલો માર્યો: આ વર્ષે જ 87 હજાર કેસ, સૌથી વધુ અમદાવાદમાં

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
મૃતપ્રાય ટીબીએ ગુજરાતમાં ઊથલો માર્યો: આ વર્ષે જ 87 હજાર કેસ, સૌથી વધુ અમદાવાદમાં 1 - image

Image: Freepik



Gujarat News: ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો આ વર્ષે ટીબીના 87397 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 358 નવા કેસ નોંધાય છે. આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ટીબીના કેસ

ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 4.76 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 1.43 લાખ સાથે બીજા, બિહાર 1.38 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં વર્ષ 2024માં ટીબીના 1.37 લાખ જ્યારે આ વર્ષે 9 મહિનામાં 87397 કેસ નોંધાયા છે. આમ, બે વર્ષમાં બે લાખથી વધુ લોકો ટીબીની ઝપેટમાં આવેલા છે. ગુજરાતમાં ટીબીના સૌથી વધુ કેસને મામલે અમદાવાદ 12827 સાથે મોખરે છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 2466 જ્યારે અમદાવાદ શહેરમાં 10361 કેસનો સમાવેશ થાય છે.

આ વર્ષે કયા રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ

રાજ્યકેસ
ઉત્તર પ્રદેશ4,76,047
મહારાષ્ટ્ર1,43,966
બિહાર1,38,868
રાજસ્થાન1,18,397
મધ્ય પ્રદેશ1,11,704
ગુજરાત87,397
દિલ્હી76,942
પશ્ચિમ બંગાળ86,780
તમિલનાડુ61,516
હરિયાણા61,461

ટી.બી નાબૂદીને લઈને રાજ્ય સરકારની કામગીરી

ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો છે. ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે 1,37,929 ટીબી દદીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ 1,24,581  દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી, જેથી સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો હતો.

કયા જિલ્લામાં ટીબીના સૌથી વધુ કેસ? 

જિલ્લોકેસ
અમદાવાદ12,827
સુરત9,296
દાહોદ5,984
વડોદરા5,576
પંચમહાલ3,576
મહેસાણા3,804
રાજકોટ3,223

ટીબી મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. તે શરીરના અન્ય વિવિધ ભાગોને પણ અસર કરી શકે છે, જેને પછી એક્સટ્રાપલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે.

Tags :