Get The App

ગુજરાતમાં મેઘમહેર: દાહોદમાં નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયો યુવક, પાનમ નદીમાં પૂર જેવી સ્થિતિ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘમહેર: દાહોદમાં નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયો યુવક, પાનમ નદીમાં પૂર જેવી સ્થિતિ 1 - image

Rain in Gujarat: ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ ગત ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો છે. પંચમહાલમાં સાર્વત્રિક વરસાદના લીધે નદીઓમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે દાહોદની પાનમ નદીમાં યુવક તણાયાની ઘટના બની હતી. જોકે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરી યુવકને હેમખેમ જીવતો બચાવી લીધો હતો. 

હાલમાં દાહોદ-પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જેના કારણે પાનમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ચારો લેવા ગયેલો યુવક નદીના પ્રવાહમાં તણાઇ જતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે નદીમાં વચ્ચે પથ્થર હોવાથી યુવકે ચપળતા પૂર્વક પથ્થરને પકડી પાડી તેની પર બેસી ગયો હતો. ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને યુવકને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના દેવગઢ બારીયાના જુના બારીયા વિસ્તાર બની હતી. 

આ પણ વાંચો: Gujarat Rain : જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 81 તાલુકામાં મેઘ મહેર

ગુજરાતમાં મેઘમહેર: દાહોદમાં નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયો યુવક, પાનમ નદીમાં પૂર જેવી સ્થિતિ 2 - image

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે 4 કલાકમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી નર્મદાના સાગબરામાં 1.5 ઇંચ, સુરતના માંગરોળમાં 0.39 ઇંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં 0.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આજની વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.