PHOTOS: વરસાદ નહીં, તંત્રની ઘોર બેદરકારીનો માર, ગુજરાતમાં જનજીવન ખોરવાયું!
Gujarat Rain: ચોમાસાનો પ્રારંભ થતાં જ ગુજરાતના અનેક શહેરોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, પરંતુ આ વરસાદ કરતાં પણ વધુ આઘાતજનક છે તંત્રની ઘોર બેદરકારી. સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતી સરકારની પોલ પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ, ઉભરાતી ગટરો અને તૂટી પડેલા વૃક્ષોએ ખોલી નાખી છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, ખોટકાયેલા વાહનો, અને અટવાયેલા લોકોને જોઈને પ્રશાસનની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ માત્ર વરસાદી પાણી નથી, આ તો વિકાસના દાવાઓની અને પ્રશાસનની નિષ્ફળતાની તબાહી છે, જેના દૃશ્યો તમે નીચે જોઈ શકો છો.
