Get The App

લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી કરશે એન્ટ્રી, રાજ્યના 27 જિલ્લામાં થશે મેઘમહેર

Updated: Sep 18th, 2024

GS TEAM


Google News
Google News
લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી કરશે એન્ટ્રી, રાજ્યના 27 જિલ્લામાં થશે મેઘમહેર 1 - image


Gujarat Rain Forecast : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વિવિધ સ્થળો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતની આગાહી

ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ તા.15થી 17 સપ્ટેમ્બર વચ્ચે નર્મદા ડેમ ભરાયો ન હોય તેવું પહેલીવાર બન્યું, જાણો કેમ 

દક્ષિણ ગુજરાતની આગાહી

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ સ્થળે છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતની આગાહી

મધ્ય ગુજરાતના આઠ જિલ્લા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં કેવો રહેશે વરસાદ? 

કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ વરસે તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી ચોમાસાની જલદી વિદાય નહીં! હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આ તારીખ સુધી મેઘરાજા વરસશે

આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઝરમર વરસાદ જોવા મળી શકે છે. 

ગુજરાતમાં કેટલો વરસ્યો વરસાદ? 

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 125 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 183.32 ટકા વરસ્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 107.66 ટકા વરસાદ વરસ્યો છે. 

Tags :