VIDEO: એક જ ઈંચ વરસાદમાં વિકાસ ખાડે ગયો, સૌથી ઝડપથી બનાવેલો આઈકોનિક રોડ સૌથી પહેલા ધોવાઈ ગયો
Ahmedabad Rain : ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદે સૌને દોડતા કરી દીધા છે, ત્યારે અમદાવાદમાં પણ મેઘરાજા સાંબેલાધાર ત્રાટકતા ચોતરફ પાણી-પાણી થઈ છે. આજના વરસાદની સૌથી મોટી વાત એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી ઝડપી ગતિએ 40 દિવસમાં બનાવાયેલો એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો આઈકોનિક રોડ નદીમાં ફેરવાઈ ગયો છે. વાઈબ્રન્ટ સમિટ અગાઉ MC દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના આધારે આશરે રૂ. 55 કરોડના ખર્ચે ઈન્દિરાબ્રિજ સર્કલથી તાજ સર્કલ સુધી માત્ર 40 દિવસમાં 1.7 કિલોમીટરનો આઈકોનિક રોડ બનાવાયો હતો.
શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
દરમિયાન આજે શહેરભરમાં ભારે વરસાદ પડવાના કારણે ઠેકઠેકાણે વિકાસ ખાડે ગયો હોય તેવી સ્થિતિ સામે આવી છે. શહેરમાં આજે સવારે એકએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ એકાએક ભારે વરસાદ પડ્યો હતો, જેમાં માત્ર એક ઈંચ વરસાદમાં શહેરા અનેક વિસ્તારો નદીમાં ફેરવાઈ ગયા છે. શહેરના અમદુપુરા, બાપુનગર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં પાણી ભારાતા વાહનચાલકો સહિત આસપાસના રહિશો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી
ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા. ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડર પાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
એકાએક મેઘરાજા ત્રાટકતા વાહનચાલકો પરેશાન
બપોરથી શરુ થયેલા વરસાદને પગલે શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વની સાથે સાથે પશ્વિમ અમદાવાદના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા.
આ પણ વાંચો
• અમદાવાદમાં વરસાદના લીધે વિદ્યાર્થીઓ અટવાયા, અંડરપાસવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
• અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, નારોલથી જુહાપુર સુધી જળબંબાકાર
• ગુજરાતમાં અનરાધાર વરસાદની અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ
• વડોદરા શહેરમાં બપોરથી કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત : ઠેર-ઠેર પાણી ભરાયા
• હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત સહિત આ રાજ્યો થશે પાણી-પાણી! મુંબઈમાં રેડ એલર્ટ