Gujarat

અષાઢની શરુઆતે 144 તાલુકામાં વરસાદ ખાબક્યો, આજે સૌથી વધુ 5 ઇંચ માળીયા હાટીનામાં નોંધાયો

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે (26 જૂન) સવારે 6:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા હાટીનામાં 5.16 ઇંચ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ સુરતના મહુવામાં 4.76 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.65 ઇંચ અને નવસારીના ચીખલીમાં 4.2 અને ખેરગામમાં 4.17 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલામાં 3.9 ઇંચ, સુરતના બારડોલીમાં 3.46, પોરબંદરના રાણાવાવ અને સુરતના કામરેજમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અષાઢની શરુઆતે 144 તાલુકામાં વરસાદ ખાબક્યો, આજે સૌથી વધુ 5 ઇંચ માળીયા હાટીનામાં નોંધાયો

Gujarat Monsoon Rain Update: સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે (26 જૂન) સવારે 6:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા હાટીનામાં 5.16 ઇંચ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ સુરતના મહુવામાં 4.76 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.65 ઇંચ અને નવસારીના ચીખલીમાં 4.2 અને ખેરગામમાં 4.17 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલામાં 3.9 ઇંચ, સુરતના બારડોલીમાં 3.46, પોરબંદરના રાણાવાવ અને સુરતના કામરેજમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા:





રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 10 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.87 ઇંચ, વલસાડના પારડીમાં 2.87 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 2.64, સુરત શહેરમાં 2.76 અને નવસારીના ગણદેવીમાં 2.64 જ્યારે જામનગરના જામ જોધપુરમાં 2.56 ઇંચ, નવસારી શહેરમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 16 તાલુકામાં બે ઇંચથી વધુ જ્યારે 13 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


8 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે ગુરુવારે (26 જૂન) સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 7 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.