Gujarat

Gujarat Rain: સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain: સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Image: X @DDNewsGujarati

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 

સાબરકાંઠામાં મેઘમહેર

હવામાન વિભાગે છેલ્લાં 24 કલાકના વરસાદના ડેટા જાહેર કર્યા છે. જે અનુસાર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકામાં 24 કલાકમાં 12.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ 10.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઈડરમાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાબરકાંઠાના અન્ય વિસ્તારોમાં લગભગ 1 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રનો સૌથી વધુ 20 ટકા વરસાદ

નોંધનીય છે કે, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 20 ટકા તેમજ પૂર્વ મધ્યમાં 16 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. 

24 કલાકમાં ક્યાં વરસ્યો સૌથી વધુ વરસાદ

હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચ, બનાસકાંઠામાં 10.3 ઈંચ, અરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

ક્યાં કેટલો વરસ્યો વરસાદ? 





અમદાવાદ-ગાંધીનગરમાં કેવી સ્થિતિ? 

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 1.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ 1 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.