Gujarat

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતની જેલોમાં 14108ની ક્ષમતા સામે 17766 કેદીઓ હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની જેલમાં ક્ષમતા કરતાં કેદીઓનું પ્રમાણ ૧૨૫ ટકા વધારે છે. જેમાં સેન્ટ્રલ જેલમાં 7740ની ક્ષમતા સામે 10556, ડિસ્ટ્રિક્ટ જેલમાં 3926ની ક્ષમતા સામે 4567 અને સબ જેલમાં 1180ની ક્ષમતા સામે 1815 કેદીઓનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત

Gujarat Jail: ગુજરાતની જેલોમાં 14108ની ક્ષમતા સામે 17766 કેદીઓ હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતની જેલમાં ક્ષમતા કરતાં કેદીઓનું પ્રમાણ ૧૨૫ ટકા વધારે છે. જેમાં સેન્ટ્રલ જેલમાં 7740ની ક્ષમતા સામે 10556, ડિસ્ટ્રિક્ટ જેલમાં 3926ની ક્ષમતા સામે 4567 અને સબ જેલમાં 1180ની ક્ષમતા સામે 1815 કેદીઓનો સમાવેશ થાય છે.

સજા ભોગવી રહેલા 5231 કેદીઓ દોષિત

‘પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઓફ ઈન્ડિયા વર્ષ 2024’ના અહેવાલ પ્રમાણે ગુજરાતની જેલમાં સજા ભોગવી રહેલા 5231 કેદીઓ દોષિત છે. જેમાં 5071 પુરુષ, 157 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. બીજી તરફ 12286 કેદીઓ એવા છે જે હજુ ચુકાદાની રાહમાં છે. આ પ્રકારના અંડરટ્રાયલ કેદીઓમાં 11810 પુરુષ, 474 મહિલા, 2 ટ્રાન્સજેન્ડર સામેલ છે. કુલ 249 કેદીઓ ડિટેઈની હેઠળ છે. આમ, ગુજરાતની જેલમાં દોષિતોનું પ્રમાણ 29.40 ટકા, અંડરટ્રાયલનું પ્રમાણ 69.20 ટકા છે.


આ પણ વાંચો: 'જનનીની જોડ સખી...' ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'!

ગુનો પુરવાર થયેલા કેદીમાંથી 111 ગ્રેજ્યુએટ, ડિપ્લોમાધારક 

ગુજરાતની ચાર સેન્ટ્રલ જેલમાં 4370 પુરુષ, 99 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડર્સ દોષિત પુરવાર થતાં સજા ભોગવી રહ્યા છે. ગુનો પુરવાર થઈ ગયો છે તેવા કેદીમાં 64 પોસ્ટ ગ્રેજ્યુએટ, 47 ડિગ્રી-ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે,જ્યારે 209 ગ્રેજ્યુએટ છે. 5231 દોષિતોમાંથી 4832 ગુજરાતના, 367 અન્ય રાજ્યના જ્યારે 32 અન્ય દેશના છે. દોષિતોમાં સૌથી વધુ 2825 કેદીઓ 30થી 50ની વયજૂથના, 1487 કેદીઓ 18થી 30ની વયજૂથના છે. જેલમાં કેદ કેદીઓમાંથી 48ને મૃત્યુદંડની જ્યારે 3411 આજીવન કારાવાસની સજા ધરાવે છે.