સોશીયલ મિડીયા પર આવતી ૩૧૦ ફરિયાદો પોલીસ દ્વારા હલ કરવામાં આવી
પોલીસને ટેગ કરીને થતી ફરિયાદમાં GP-SMASH પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી
અમદાવાદ,ગુરૂવાર
સોશિયલ મિડીયા પર અનેક કિસ્સામાં સ્થાનિક લોકો દ્વારા એક્સ
(ટ્વીટર) પર પોસ્ટ મુકીને પોલીસને ટેગ કરીને રજૂઆત કે કોઇ મુદ્દે ફરિયાદ કરવા આવતી
હોય છે. જે અનુસંધાનમાં રાજ્ય પોલીસ વડાએ ત્રણ
મહિના પહેલા ગુજરાત પોલીસ-સોશિયલ મિડીયા મોનીટરીંગ, અવેરનેશ એન્ડ સિસ્ટેમેટિક હેન્ડલીંગ એટલે કે GP SMASH નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે અંતર્ગત એક્સ પ્લેટફોર્મ પર આવેલી ૩૩૫ ફરિયાદ પૈકી
૩૧૦ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ માટે રાજ્યના દરેક જિલ્લામાં એક અલાયદી
ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખુદ જિલ્લા પોલીસ વડાએ એક્સ પર ફરિયાદ અનુસંધાનમાં
રીપ્લે કરવા સુચના આપી છે.
સોશીયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર સક્રિય રહીને એસ પી કક્ષાના
અધિકારીઓને જવાબ આપવા માટે ડીપીજી દ્વારા સુચના આપવામાં આવી
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર એક્સ ( ટ્વીટર) પર અનેક લોકો ગુજરાત
પોલીસ કે અન્ય જિલ્લા પોલીસને ટેગ કરીને તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે
રજૂઆત કરતા હતા. પરંતુ, પહેલા પોલીસ
દ્વારા જરૂરી તપાસ બાદ કાર્યવાહી થતી હતી. પરંતુ, અનેક કિસ્સામાં
તુરંત કાર્યવાહી કરવામાં આવતી નહોતી. ત્યારે અનુસંધાનમાં ડીજીપીએ ગત ૧લી માર્ચથી ય્ઁ-જીસ્છજીલ્લ
નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં એક્સ પર પોલીસને ટેગ કરીને મુકવામાં આવતી તમામ
પોસ્ટને જે તે જિલ્લાના એસ પી કક્ષાના અધિકારીએ અંગત રીતે તપાસીને તે અંગે કાર્યવાહી કરીને એક્સ પર મુકવામાં આવેલી પોસ્ટમાં
જ જવાબ આપવા માટે સુચના આપી હતી.
છેલ્લાં ત્રણ મહિના દરમિયાન પોલીસને કુલ ૩૩૫ જેટલા રજૂઆત
મળી હતી. જેમાં ૩૧૦ જેટલી બાબતોનું સમયસર સમાધાન કરવાની સાથે તે પોસ્ટમાં જે તે
પોલીસ વડાએ રીપ્લે કર્યા હતા. સોશિયલ મિડીયા થકી થતી રજૂઆતમાં સક્રિય થઇને કામગીરી
શરૂ કરવા માટે જે તે જિલ્લામાં ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.
જે સાયબર ફ્રોડ, ટ્રાફિક સમસ્યા, સરકારી અધિકારી
દ્વારા લાંચ માંગવાની કે ગેરવ્યવહાર કરવા
જેવી બાબતો પર થતી પોસ્ટ પર ખાસ વોચ રાખે તેવી સુચના આપવામાં આવી છે.