ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Unarmed PSI Written Exam Mark : ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પેપર 1-2 પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે(26 ડિસેમ્બર) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે.
બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર
પોલીસ ભરતી બોર્ડ મુજબ, બિન હથિયારી PSIની ભરતી પ્રક્રિયામાં પેપર 1 એટલે કે પાર્ટ-A અને પાર્ટ-Bની પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા અને પેપર -2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં 40 કે તેથી વધુ અને 40થી ઓછા ગુણ મેળવેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. ભરતી સંબંધિત વધુ માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.










