Gujarat

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
સુરક્ષા વ્યવસ્થાની મુખ્ય વિગતો અંગે વાત કરીએ તો કુલ 48,591 મતદાન બુથ છે. 11,000 સંવેદનશીલ બુથ છે. સવા લાખ પોલીસકર્મીઓ ઉપરાંત હોમગાર્ડ્સ, ટ્રાફિક બ્રિગેડ અને અર્ધલશ્કરી દળો છે. અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ
 AI IMAGE

Ahmedabad News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. 15 મહાનગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે રાજ્યના સવા લાખ પોલીસકર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.

જડબેસલાક બંદોબસ્ત

સુરક્ષા વ્યવસ્થાની મુખ્ય વિગતો અંગે વાત કરીએ તો કુલ 48,591 મતદાન બુથ છે.  11,000 સંવેદનશીલ બુથ છે. સવા લાખ પોલીસકર્મીઓ ઉપરાંત હોમગાર્ડ્સ, ટ્રાફિક બ્રિગેડ અને અર્ધલશ્કરી દળો છે. અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: છેલ્લી ઓવરમાં 11 રન ના કરી શકતા GT સતત બીજી મેચ હારી, RRના તુષાર દેશપાંડેએ રંગ રાખ્યો

પોલીસ માટે પરીક્ષા જેવો માહોલ

ચૂંટણીની જાહેરાત સાથે જ પોલીસ વિભાગ માટે આકરી કસોટી શરૂ થઈ છે. આખો એપ્રિલ મહિનો પોલીસ કાફલાએ સ્ટેન્ડ-ટુ રહેવું પડશે. માત્ર બંદોબસ્ત જ નહીં, પણ સ્ટ્રોંગરૂમની સુરક્ષા અને મતદાન મશીનોના ડિસ્પેચ-રીસીવીંગ સેન્ટરો પર પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોસ્ટલ બેલેટથી મતદાન

ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા તમામ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેમની વિગતો મંગાવવામાં આવી છે. વૈશ્વિક અને સ્થાનિક તણાવ વચ્ચે, રાજ્યમાં 4.19 કરોડ મતદારો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ અને સુરક્ષા દળો દિવસ-રાત કાર્યરત રહેશે.