સરકારી કામો માટે લાઈનો લગાડતા કોન્ટ્રાક્ટરોને 16-16 વખત ટેન્ડર છતાં પોલીસના મરામતના કામોમાં રસ નથી
Gujarat Police News: ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC) દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 10 મહત્ત્વપૂર્ણ કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ ટેન્ડરોમાં નવી બાંધકામ, રિનોવેશન, પાણીની સુવિધાઓ, સુરક્ષા વધારવા માટે વાડ ઊંચું કરવું અને અન્ય મરામત કામો માટે 16-16 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પાર્ટીઓ દ્વારા પોલીસના કામો કરવામાં રસ દાખવવામાં આવ્યો નથી.
આ ટેન્ડરના કામોમાં મુખ્ય કામોનો વિશ્લેષણમાં જોઈએ તો MT ઓફિસ માટે વોશિંગ રેમ્પ, પોલીસ લાઇનમાં વાયર ફેન્સિંગ, જેલ ખાતે પંપ રૂમ અને સમ્પ, ડીવાયએસપી બંગલાની રિનોવેશન, નશાબંધી ભવનની રિપેરિંગ, બિલોદરા જેલના ઓવરહેડ વોટર ટેન્ક, વિવિધ પોલીસ લાઇનમાં મરામત, ગાંધીનગર સેક્ટર-27માં 30 હાઉસિંગની રિપેરિંગ, બિલોદરા જેલના વર્કશોપ, હોસ્પિટલ અને ઓફિસની બોરસદ સબ જેલમાં ગાર્ડ રૂમ, ટોયલેટ બ્લોકની ટેન્ડર પ્રક્રિયા વારંવાર કરવામાં આવી રહી છે.
આ કામોમાં ખાસ આણંદ ડીવાયએસપી બંગલાની રિનોવેશન માટે 15મી વખત ટેન્ડર, ગાંધીનગર નશાબંધી ભવનની રિપેરિંગ માટે 14મી વખત ટેન્ડર, ગાંધીનગર સેક્ટર-27માં 30 હાઉસીસની રિપેરિંગ માટે 14 મી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ ટેન્ડર ફોર્મ 28 જુલાઈ, 2025થી ઉપલબ્ધ હતા જેની ટેન્ડર સબમિટ કરવાની છેલ્લી તારીખ 11મી ઓગસ્ટ, 2025 હતી.