Gujarat

ગુજરાત પોલીસના શ્વાન 'ચેક'નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત્યો 'ગોલ્ડ'

By GS TEAM
10 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના નર શ્વાને રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી પોલીસનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં બે અલગ-અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના 'ચેક' નામના શ્વાને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસના શ્વાન 'ચેક'નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત્યો 'ગોલ્ડ'

Gujarat Police Dog Get Gold Medal : ગુજરાત પોલીસના ‘ચેક’ નામના નર શ્વાને રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી પોલીસનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં બે અલગ-અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના 'ચેક' નામના શ્વાને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. 


‘ચેક’ શ્વાન અને ડોગ હેન્ડલર રમેશ ખાંટને મેડલથી સન્માનિત કરાયા

ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્ય પોલીસના શ્વાને 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે(10 એપ્રિલ, 2026) રાજ્યના પોલીસ વડા(DGP) કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત પોલીસના કુલ છ શ્વાને ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં દરેક કેટેગરી, જેવી કે ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધમાં બે શ્વાન સ્પર્ધા માટે ઉતર્યા હતા.

‘ચેક’ નામના શ્વાને ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડે જણાવ્યું હતું હતું કે, “ગુજરાત પોલીસનો ‘ચેક’ નામના શ્વાને ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે.”

ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 શ્વાને ભાગ લીધો હતો. જેમાં ગુજરાત પોલીસના ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો. 

આ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસે વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

શ્વાનની વિશેષ તાલીમ

પસંદ કરાયેલા શ્વાનને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. શ્વાનને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6એ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસના શ્વાન કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ, અને દારૂ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે.