Gujarat

VIDEO: રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકિંગ, નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા સર્ચ ઓપરેશન

By GS TEAM
9 Jul 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને લઈને ગુજરાત પોલીસ દ્વારા આજે બુધવારે (9 જુલાઈ) રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મેડિકલ સ્ટોર્સ સંચાલક વિરુદ્ધમાં કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકિંગ, નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવા સર્ચ ઓપરેશન

Gujarat Police Mega Checking In Medical Stores : રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને લઈને ગુજરાત પોલીસ દ્વારા આજે બુધવારે (9 જુલાઈ) રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મેડિકલ સ્ટોર્સ સંચાલક વિરુદ્ધમાં કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકિંગ

રાજ્યમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) ઍક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવા તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાને લઈને ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ વલસાડ, સુરત, નવસારી, ભરુચ, જામનગર, પાટણ સહિત વિવિધ જગ્યાએ આજે બુધવારે બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 


પોલીસની માહિતી મુજબ, આજે વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક NDPS ઍક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરીને એક મેડિકલ સ્ટોરમાંથી 93થી વધુ કોડીન સીરપ અને 5 આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહી માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

જ્યારે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લામાં 61, નવસારીમાં 184, જામનગરમાં 66, ભરુચ જિલ્લામાં 258 સ્થળે, આહવા-ડાંગમાં 23, દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોર, પંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.