Get The App

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ 1 - image


Gujarat Education News: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ના અધ્યક્ષના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરાઈ છે.

8 સભ્યોની કમિટી બનાવાઈ

આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ 2 - image

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ 3 - image

આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.

આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે.


Tags :