Gujarat

ગુજરાતમાં આ વર્ષે જેઠમાં મેઘરાજાની જમાવટ, આજથી અષાઢનો મેઘ મલ્હાર રાગ શરૂ

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વર્ષો બાદ જેઠમાસમાં વરસાદ જોરદાર વરસ્યો છે, જેઠ માસની પૂર્ણાહૂતિ અને વરસાદી મહિના એવા અષાઢનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. બુધવાર સુધીમાં રાજ્યના સત્તાવાર સૂત્રો મુજબ 214 મી.મી. અર્થાત્‌ સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જે મોસમ વિભાગ અનુસાર નોર્મલ કરતાં 135 ટકા વધારે છે. હવે અષાઢ-શ્રાવણમાં માસમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આ વર્ષે જેઠમાં મેઘરાજાની જમાવટ, આજથી અષાઢનો મેઘ મલ્હાર રાગ શરૂ

Rain data in Gujarat: ગુજરાતમાં વર્ષો બાદ જેઠમાસમાં વરસાદ જોરદાર વરસ્યો છે, જેઠ માસની પૂર્ણાહૂતિ અને વરસાદી મહિના એવા અષાઢનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. બુધવાર સુધીમાં રાજ્યના સત્તાવાર સૂત્રો મુજબ 214 મી.મી. અર્થાત્‌ સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે જે મોસમ વિભાગ અનુસાર નોર્મલ કરતાં 135 ટકા વધારે છે. હવે અષાઢ-શ્રાવણમાં માસમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી શક્યતા છે. 

છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી, જિલ્લાવાર 3 પ્રકારનું ઍલર્ટ

વરસાદની સાથે આ વખતે પવનનું જોર રહ્યું છે, આજે સવાર સુધીના 24 કલાકમાં અમદાવાદના અરણેજ ખાતે મહામ 78 કિ.મી. અને અમરેલીના ધારી પંથકમાં 50 કિ.મી.ની ઝડપ નોંધાઈ હતી અને અનેક સ્થળોએ 20થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તા.28 સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે. 

આ પણ વાંચો: નર્મદામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, સાગબારામાં 6 ઇંચ જેટલો વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર

બુધવારે રાત્રિના આઠ સુધીમાં સુરતના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના સગબારા તાલુકામાં ધોધમાર છ ઇંચ, વ્યારા, લુણાવડા, કુકરમુંડા, ડેડીયાપાડા તાલુકાઓમાં ચાર ઇંચ  ઉપરાંત ડાંગ, વડોદરા, તાપી, આણંદ, ખેડા, મહીસાગર વગેરે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકંદરે આજે 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ, સૌરાષ્ટ્રમાં એકંદરે ત્રીજા દિવસે વિરામ રહ્યો છે. 

જેઠ માસમાં 11 ડેમો છલકાયા છે, અન્ય 20 ડેમો 80થી 99 ટકા ભરાઈ જતાં ઍલર્ટ પર છે, ઉપરાંત 11 ડેમોમાં 70 ટકાથી વધુ સંગ્રહ થયો હોય વોર્નિંગ પર છે. રાજ્યમાં સુરત સહિત જિલ્લાના કૂલ બંધ પડેલા 288 રોડ પૈકી 102 પર ટ્રાફિક શરુ કરાયો હતો અને 186 બંધ રહ્યા હતા.  મૌસમ વિભાગની અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં એકંદરે આગામી તા.1 જૂલાઈ સુધી છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી છે પરંતુ, જિલ્લા પ્રમાણે વિવિધ ઍલર્ટ જારી કરાયું છે. 

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

આજે (ગુરુવારે) અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ,અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લા માટે યલો ઍલર્ટ જારી કરાયું છે. આગામી સપ્તાહ સુધી ઍલર્ટ ગ્રીન (ચેતવણી નહીં), યલો અને ઑરેન્જ એમ ત્રણ પ્રકારની ચેતવણી એક રાજ્ય માટે અપાઈ છે. 

અષાઢ પહેલાં ગુજરાતના કયા કયા ડેમો છલકાયા 

ક્રમતાલુકોડેમ
1રાજુલાધાતરવાડી
2સાવરકુંડલાસુરજવાડી
3મહુવારોજકી
4મહુવાબાગડ
5બોટાદગોમા
6જામનગરવાગડીયા
7મુંદ્રાકાલાઘોડા
8ચુડાવંસલ
9સાયલોલિ.ભોગાવો-1
10મુળીસબુરી
11ગઢડાભીમદાદ

90 ટકાથી વધુ 

સંગ્રહહાઇઍલર્ટ
ઉમરાળારંઘોળા
હળવદબ્રહ્માણી
પાલિતાણાશેત્રુંજી
સોનગઢદોસવાડા
લીમખેડાઉમરિયા
મોરબીઘોડાધ્રોઈ

(નોંધઃ 25ની સવારની સ્થિતિએ, કુલ 17 ડેમોમાં 14 સૌરાષ્ટ્રના અને એક કચ્છનો ડેમ છે. )