Get The App

ગુજરાતમાં 19મીએ ધારાસભ્યોના શપથ, 20મીએ એક દિવસીય સત્રમાં નવા અધ્યક્ષની વરણી થશે

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા

વિધાનસભાના સ્પીકર માટે રમણલાલ વોરા, ગણપત વસાવા અને શંકર ચૌધરીનું નામ હાલમાં ચર્ચામાં

Updated: Dec 14th, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 19મીએ ધારાસભ્યોના શપથ, 20મીએ એક દિવસીય સત્રમાં નવા અધ્યક્ષની વરણી થશે 1 - image

image facebook

અમદાવાદ, 14 ડિસેમ્બર 2022, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યો 19મી ડિસેમ્બરે શપથ લેશે. ત્યાર બાદ 20મી ડિસેમ્બરે વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે જાહેર થયેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે. ધારાસભ્યોના શપથ પછીના બીજા દિવસે વિધાનસભાના કાયમી સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભાના સ્પીકર માટે રમણલાલ વોરા, ગણપત વસાવા અને શંકર ચૌધરીનું નામ હાલમાં ચર્ચામાં છે. 

વિધાનસભામાં હાઉસમાં ધારાસભ્યોની શપથવિધી યોજાશે
19 અને 20 ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહેશે. વિધાનસભામાં તેમની શપથ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ અપાવશે. રમણલાલ વોરા અને ગણપત વસાવા અગાઉ પણ વિધાનસભાન અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ત્યારે નવા અધ્યક્ષ તરીકે કોણ ચાર્જ સંભાળશે એવી ચર્ચાઓ રાજકીય પક્ષોમાં થઈ રહી છે. 

18મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળ્યો
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળી લીધો છે. ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ  ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો. 

યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે
ગુજરાતમાં મંત્રીગણની શપથવિધી બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. હવે ધારાસભ્યોના શપથગ્રહણ અને વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી થવાની છે. આ માટે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને નવા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે.  


Tags :