Get The App

દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોંધાશે, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહીના ચૂંટણી પંચના સંકેત

Updated: May 8th, 2024

GS TEAM


Google News
Google News
દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોંધાશે, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહીના ચૂંટણી પંચના સંકેત 1 - image


Gujarat Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે દાહોદ (Dahod)ના સંતરામપુરના એક ગામમાં બુથ કેપ્ચરિંગ (Booth Capturing)ની મોટી ઘટનામાં બે લોકોની ધરપકડ કર્યા બાદ ચૂંટણી પંચે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે.

બુથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાશે : સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી

દાહોદ બુથ કેપ્ચરિંગની ઘટના મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલ કહ્યું કે, સંતરામપુરના એક મતદાન કેન્દ્ર પરનો પોલિંગ બુથનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે પ્રાથમિક તપાસ કર્યા બાદ બુથ કેપ્ચરિંગ થયું હોવાનું જણાય છે અને અમે એસપી અને કલેક્ટર સાથે ચર્ચા કરી છે. આ મામલે ફરિયાદ નોંધવામાં આવશે.

ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, આ મામલે રિટર્નિંગ ઓફિસરે જિલ્લા ચૂંટણી અધિકારીને પણ માહિતી આપી છે. જો આમાં પ્રિસાઈડિંગ ઓફિસરની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. રિટર્નિંગ ઓફિસરના રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બે આરોપીઓની ધરપકડ કરાઈ : મહિસાગર DySP

મહિસાગરના DyPS જે.જી. ચાવડાએ કહ્યું કે, ‘આ મામલે બે આરોપી વિજય ભાભોર અને મગન ડામોરની ધરપકડ કરાઈ છે. અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ બુથમાં મોબાઈલ સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરાયું હતું. કલેક્ટરની ફરિયાદ અને વીડિયોના આધારે તપાસ ચાલુ છે. બીજા સ્થળો પર પણ વિવાદની ફરિયાદ મળી છે.’

શું હતો દાહોદના બુથ કેપ્ચરિંગનો મામલો ?

ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની પરથપુર ગામમાં બુથ કેમ્પચર કરાયું હતું. આ ઘટનામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કર્મચારીઓને ધમકાવીને EVM કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં તેણે કેપ્ચરિંગ સોશિયલ મીડિયામાં પણ લાઈવ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબહેને જિલ્લા ચૂંટણી અધિકારીમાં ફરિયાદ નોંધાવી છે. બીજીતરફ ચૂંટણી પંચે (Election Commission) બુથ કેપ્ચરિંગના વાયરલ વાડિયો મામલે જિલ્લા કલેક્ટર પાસેથી અહેવાલ મંગાવ્યો છે.

Tags :