રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Local Body Election 2026: ગુજરાત લોકલ બોડી રિઝલ્ટ 2026: રાજકોટમાં ફરી 'કેસરીયો' પણ કોંગ્રેસના સુધારાએ વધાર્યું ટેન્શન, અમદાવાદની 3 નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત પરંતુ કોંગ્રેસે આક્રામક પ્રદર્શન કર્યું. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિજય રથના ઘોડા વિનમાં જ જોવા મળ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓ પર પોતાની પક્કડ યથાવત જ રાખી છે. રાજકોટ મનપા અને અમદાવાદ જિલ્લાની મહત્ત્વની નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે.
રાજકોટ મનપા: ભાજપનું શાસન યથાવત, કોંગ્રેસના ફાળે 7 બેઠકો
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. જો કે, આ વખતે ભાજપની બેઠકોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.
ભાજપ: 65 બેઠકો પર જીત (ગત વખત કરતા 3 બેઠક ઘટી).
કોંગ્રેસ: 7 બેઠકો પર વિજય.
રાજકોટમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, પરંતુ વિપક્ષી છાવણીમાં થયેલો નજીવો સુધારો ભવિષ્ય માટે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. મૃતપ્રાય થયેલી કોંગ્રેસમાં ફરી એકવાર જીવ પુરાયો હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.
અમદાવાદ જિલ્લાની 3 નગરપાલિકાઓમાં ભગવો લહેરાયો
અમદાવાદ જિલ્લાની ત્રણ મુખ્ય નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે:
1. ધોળકા નગરપાલિકા:
ધોળકામાં ભાજપે વિરોધીઓને ધોબીપછાડ આપી છે.
કુલ બેઠકો: 36
ભાજપ: 31 બેઠકો (પ્રચંડ બહુમતી)
2. વિરમગામ નગરપાલિકા:
વિરમગામમાં પણ ભાજપનો પરચમ લહેરાયો છે.
કુલ બેઠકો: 36
ભાજપ: 26 બેઠકો
3. બારેજા નગરપાલિકા:
બારેજામાં મુકાબલો રસપ્રદ રહ્યો હતો, પરંતુ અંતે ભાજપ બાજી મારી ગયું છે.
ભાજપ: 13 બેઠકો
અપક્ષ: 11 બેઠકો (અપક્ષોએ અહીં મોટું જોર બતાવ્યું છે)
પરિણામોનું તારણ
આ પરિણામો દર્શાવે છે કે, શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં હજુ પણ ભાજપનો ગઢ મજબૂત છે. અપક્ષો અને અન્ય પક્ષો કેટલીક બેઠકો પર ગાબડું પાડવામાં સફળ રહ્યા હોવા છતાં, સત્તાના સમીકરણોમાં ભાજપ સર્વોપરી રહ્યું છે.








