Baroda
સાસુને ચપ્પુની અણીએ વહુની ધમકી, મારા પતિને ઉશ્કેરશો તો છોડીશ નહિ
By GS TEAM
25 Jun 20261 min read
વડોદરાના ગોરવા વિસ્તારમાં ઘરેલુ હિંસાનો કિસ્સો સામે આવ્યો છે. પુત્રવધૂને શંકા હતી કે સાસુ તેના પતિને ભંભેરણી કરે છે. આથી, ગુસ્સે ભરાયેલી પુત્રવધૂ ચપ્પુ લઈને સાસરીપક્ષે પહોંચી અને ધમકી આપી. ગભરાયેલા સાસુએ અભયમનો સંપર્ક કર્યો. અભયમે પુત્રવધૂનું કાઉન્સેલિંગ કર્યું, પરંતુ તે સમજવા તૈયાર ન હોવાથી, અભયમે પોલીસ દરમિયાનગીરીની ભલામણ કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ગોરવા વિસ્તારમાં ઘરેલુ હિંસાના કિસ્સાને પગલે અભયમે પોલીસને દરમિયાનગિરી કરવા ભલામણ કરી છે.
માતા તેના પરિણીત પુત્રથી અલાયદી રહે છે અને પુત્ર અને તેની પત્ની વચ્ચે કોઇને કોઇ કારણસર ગૃહક્લેશ થતો હોય છે.જેથી વહુને તેની માતા પર શંકા છે.
પતિના ત્રાસથી કંટાળીને આખરે ગઇકાલે વહુ તેની સાસુને ત્યાં ચપ્પુ લઇને પહોંચી ગઇ હતી અને ચપ્પુ બતાવી મારા પતિના કાન ભંભેરશો તો પરિણામ સારું નહિ આવે તેવી ધમકી આપી હતી.જેથી ગભરાયેલા સાસુએ અભયમને જાણ કરતાં અભયમે વહુનું કાઉન્સેલિંગ કર્યું હતું.પરંતુ તે સમજવા માટે તૈયાર નહિ હોવાથી આખરે અભયમે પોલીસ સમક્ષ રજૂઆત કરવા સાસુને સમજાવ્યા હતા.