Get The App

ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આ શહેરમાં બનશે, વન વિભાગે આપી મંજૂરી

Updated: Oct 18th, 2024

GS TEAM


Google News
Google News
zoo
AI Image

Disa Largest Zoo Will Be Built : બનાસકાંઠાના ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે વન વિભાગે મંજૂરી આપી છે, ત્યારે ડીસામાં આશરે 450 વિઘા જમીન પર 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય અને સફારી તૈયાર કરાશે. 

વિશ્વ કક્ષાનું પ્રાણી સંગ્રહાલય બનાવાશે

વિશ્વ કક્ષાનું પ્રાણી સંગ્રહાલય અને સફારી ઉત્તર ગુજરાતના ડીસામાં તૈયાર કરવામાં આવશે. નડાબેટથી અંબાજીની ટુરિઝમ સર્કિટમાં ડીસા Zoological Parkનો સમાવેશ કરાશે.

આ પણ વાંચો : 3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મોટું એલાન

300 કરોડના ખર્ચે તૈયાર કરાશે

આ અગાઉ પણ ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે 300 કરોડના ખર્ચે રાજ્યમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવાશે.


Tags :