FOLLOW US

ચૈત્ર નવરાત્રી નિમિત્તે પાવાગઢ દર્શનના સમયમાં કરાયો ફેરફાર

તા. 22 માર્ચથી 6 એપ્રિલ દરમ્યાન સમયમા કરવામાં આવ્યો ફેરફાર

પહેલા નોરતે, રવિવાર અને આઠમના દિવસે સવારે 4 વાગ્યાથી દર્શન શરુ થશે.

Updated: Mar 18th, 2023

Image Gujarat Tourism 

પાવાગઢ, તા. 18 માર્ચ 2023, શનિવાર 

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમા ચૈત્ર નવરાત્રી દરમ્યાન માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આગામી ચૈત્ર નવરાત્રી તા. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રીના 16 દિવસ સુધી મંદિર  સવારના પાંચથી રાત્રીના વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. અને આ સાથે નવરાત્રીના પહેલા નોરતે તેમજ  રવિવાર અને આઠમના દિવસે સવારે 4 વાગ્યાથી ભક્તો માટે દર્શન શરુ કરી દેવામાં આવશે. 

નવરાત્રીના પહેલા નોરતે, રવિવાર અને આઠમના દિવસે સવારે 4 વાગ્યાથી દર્શન શરુ 

યાત્રાધામ પાવાગઢમા આવેલ મહાકાળીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે. અને તેમા પણ ખાસ કરીને નવરાત્રી દરમ્યાન રાજ્યભરમાંથી ભક્તો ઉમટી પડતા હોય છે. તેથી ચૈત્ર નવરાત્રીમાં 16 દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રીના આઠ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. 

રાજ્ય બહારથી પણ ભક્તો માના દર્શન કરી અખંડ જ્યોત લઈ જતા હોય છે
પાવાગઢમાં નવરાત્રીના પર્વનું અનેરુ મહત્વ હોય છે. અહી રાજ્ય બહારથી પણ ભક્તો માના દર્શને આવતા હોય છે. તેમજ પાવાગઢમાંથી અખંડ જ્યોત પોતાના વતનમાં લઈ જવાનું વિશેષ મહત્વ હોય છે. અને તેમાં અહીથી જે જ્યોત લઈ જવામાં આવે છે તેમા ભક્તો નવ દિવસ સુધી પુજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે.  

Gujarat
Magazines