Gujarat

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેના કામો ક્યારે પૂરા થશે?

By GS TEAM
11 Mar 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી રૂ.20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષમાં રૂ.47,236 કરોડની ફાળવ્યા હતા. રાજ્યસભામાં આજે(11 માર્ચ, 2026) ટોલ વસૂલાત પર પૂછાયેલા સવાલ પર કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેના કામો ક્યારે પૂરા થશે?
Representative Image

Gujarat Highway Update : કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી રૂ.20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષમાં રૂ.47,236 કરોડની ફાળવ્યા હતા. રાજ્યસભામાં આજે(11 માર્ચ, 2026) ટોલ વસૂલાત પર પૂછાયેલા સવાલ પર કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી.

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ-જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી. આ સાથે તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ સવાલ કર્યો હતો. તેમજ ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ માહિતી માંગ હતી. 

જેના જવાબમાં નીતિન ગડકરીએ NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ(PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.'

વધુમાં તેમણે કહ્યું કે, 'NH-48ના ભરૂચ-વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ 2011માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે PBMC મોડ પર જાળવણી હેઠળ છે. અહીં 07 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્યારે વડોદરા-અમદાવાદ વચ્ચેના સિક્સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે BOT હેઠળ છે. શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે.'

આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર

NH-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામને લઈને ગડકરીએ જણાવ્યું કે, 'આ સિક્સ લેનિંગનું કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂરુ કરવાનો ટાર્ગેટ છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે, જે માર્ચ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.'