આધાર-પાન કાર્ડ નહીં બર્થ સર્ટિફિકેટમાં નોંધાયેલી જન્મ તારીખ જ સંપૂર્ણ માન્ય: ગુજરાત હાઇકોર્ટ
Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, 'આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રૅકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.'
'હૉસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય'
ગુજરાત હાઇકોર્ટના જણાવ્યાનુસાર, જન્મ-મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હૉસ્પિટલના રૅકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હૉસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડૉક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે.
આ પણ વાંચો: કાળમુખી ટ્રકે દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી મહિલાઓને અડફેટે લીધી, ત્રણના મોત