ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ

Judges Transfer : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ - ન્યાયાધીશ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને ન્યાયાધીશ સી.એમ.રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફરનો આદેશ જારી કર્યો છે. જસ્ટીસ સી.એમ.રોયને તેમની પેરેન્ટ હાઈકોર્ટ એટલે કે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યાંથી તેમની નવેમ્બર 2023માં ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
દેશભરમાં 11 ન્યાયાધીશોની બદલી
25મી ઓગસ્ટ અને 26મી ઓગસ્ટના રોજ યોજાયેલી સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં 14 હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલીની ભલામણ કરવામાં આવી હતી, જે પૈકી બે ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટના હતા. આ પછી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનએ જસ્ટીસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરની ભલામણનો વિરોધ કર્યો હતો અને આ વર્ષે 26 ઓગસ્ટના રોજ સીજેઆઈ - જસ્ટીસ બીઆર ગવઈને ભલામણના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.
ન્યાયાધીશ સંદીપ ભટ્ટ ટ્રાન્સફરનો વિરોધ થયો હતો
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનએ (GHCAA) ઓગસ્ટ મહિનામાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટના પ્રસ્તાવિત ટ્રાન્સફરનો વિરોધ કરતા કોર્ટ કાર્યવાહીનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. 500થી વધુ વકીલોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવાના પ્રયાસો માટે જાણીતા જસ્ટીસ ભટ્ટે કોર્ટ રજિસ્ટ્રીમાં સીસીટીવી કેમેરા લગાવવાનો અને રજિસ્ટ્રી કામગીરીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
14 ન્યાયાધીશોની બદલીની ભલામણ કરાઈ હતી
સુપ્રીમ કોર્ટે દેશભરની અલગ અલગ હાઈકોર્ટમાંથી 14 ન્યાયાધીશોની બદલીની ભલામણ કરી હતી. ન્યાયાધીશ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અને જસ્ટીસ સી એમ રોયને આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી...