Jolly LLB 3 ફિલ્મ સામે વાંધો, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર 16 સપ્ટેમ્બરે થશે સુનાવણી
Jolly LLB 3 Controversy Gujarat HC: અક્ષય કુમારની કોમેડી લીગલ ડ્રામા ફિલ્મ 'જોલી એલએલબી 3'ને લઈને ફેન્સ ઘણાં એક્સાઈટ છે અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે. જેમાં અમદાવાદના રહેવાસી યતીન દેશાઈ નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવાની માગ કરતી અરજી કરવામાં આવી છે. આ મામલે આગામી 16 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનાવણી થશે.
'જોલી એલએલબી 3' ફિલ્મ સામે વાંધો
દેશાઈનું કહેવું છે કે, ફિલ્મના ટીઝરમાં કેટલાક ડાયલોગ એવા છે કે, જે ન્યાયતંત્રની છબીને ખરાબ રીતે દર્શાવે છે. દેસાઈએ કોર્ટને વિનંતી કરી છે કે, તે માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ ટીઝરને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપે. જ્યારે અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલાં તેની તપાસ કરવાની જરૂર છે. તેમણે સૂચન કર્યું કે, ન્યાયાધીશો, ભૂતપૂર્વ ન્યાયાધીશો, વકીલો અને નિષ્ણાતોની એક સમિતિ બનાવવામાં આવે. ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવાની પણ માગ કરવામાં આવી છે.
સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ રદ કરવાની માગ
અરજદારે કહ્યું કે, 'ટીઝર અને ફિલ્મને આપવામાં આવેલું સેન્સર બોર્ડ (CBFC) સર્ટિફિકેટ રદ કરવું જોઈએ.' કોર્ટની ગરિમા ફિલ્મથી ઉપર છે અને જો કોઈ ભાગ ન્યાય વ્યવસ્થાને નબળી રીતે દર્શાવે છે, તો તેને દૂર કરવી જરૂરી છે. ફિલ્મ 'જોલી એલએલબી 2' સાથે અગાઉ પણ આવો જ કેસ બન્યો હતો. તે સમયે, બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક સમિતિની રચના કરી હતી, જેણે ફિલ્મના ચાર ભાગ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: પંજાબના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખ આવ્યો મદદે, 1500 પરિવારોની કરશે મદદ
દેસાઈએ જણાવ્યું હતું કે, હું ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ ઇચ્છતા નથી. પરંતુ રિલીઝ પહેલાં વાંધાજનક પાર્ટ દૂર કરવામાં આવે. ટીઝરમાં ન્યાયાધીશને અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં દર્શાવવામાં આવ્યા છે, જે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે. કોર્ટ ફક્ત હાસ્ય અને મસ્તી માટેનું પ્લેટફોર્મ નથી અને ન્યાયાધીશોને જોકર તરીકે દર્શાવવા યોગ્ય નથી. તેથી તેમને દૂર કરવા જોઈએ.'