જામનગરની રંગમતી નદીના કાઠે આવેલા દબાણો દુર કરવા સામે ગુજરાત હાઇકોર્ટનો સ્ટે
Jamnagar : જામનગરમાં રંગમતી નદીના કાંઠે રહેનાર રમેશ જીવાભાઇ મકવાણા, કે જે પોતે નદીના કાંઠે પાકા બેનેલા મકાન બાંધીને પોતાના પરિવાર સાથે છેલ્લા 25 થી વધુ વર્ષોથી વસવાટ કરે છે. તેઓની સાથે રમેશભાઇના અન્ય ભાઇઓના મકાનો પણ નજીકમાં જ બાંધેલા છે.
જેને તા.18.4.2025 ના રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ મળેલી હતી, અને જે માત્ર 7 દિવસનો સમય આપમાં આવ્યો હતો. એટલે તા.25.4.2025 ના રોજ તમામ મકાનોને ખાલી કરીને કબજો સોંપી દેવાની નોટિસ બોમ્બે મ્યુનિસિપલ એક્ટની કલમ 478(2) મુજબ અનઅધીકૃત દબાણ ખાલી કરવાની નોટિસ પાઠવેલી હતી.
જે નોટિસ અન્યને રમેશ જીવાભાઇ મકવાણા તથા તેના ભાઈઓ તાત્કાલિક અસરથી વકીલની સલાહ અંતર્ગત ઉપરોક્ત નોટીસને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારેલી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના વકીલની રજૂઆતો અને અન્ય હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદોઓને ધ્યાને લઇને અને ખાસ હાલની હીટવેવ (ગરમી) ની પરિસ્થિતિને ધ્યાને લઇને જામનગર મહાનગર પાલિકાને તા.6-6-2025સુધી એકપણ પ્રકારના કડક પગલા 'ન' લેવા હુકમ કર્યો છે.