Gujarat

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં છેલ્લા 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર

Gujarat High Court On Tata Chemicals: જામનગરમાં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં છેલ્લા 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. 

સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કંપનીને ટકોર

આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે, 'ટાટા કેમિકલ્સ સમુદ્રમાં ગંદુ પાણી છોડી શકે નહીં. આવું પાણી કોઈના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ, કંપનીએ કરેલી માંગણી કોઈ રીતે સ્વીકાર્ય નથી.' 

આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકારને સોંગદનામું તપાસવાનો આદેશ કર્યો છે.

હાઇકોર્ટ સમક્ષ કંપનીની વિવિધ માગ 

આ મુદ્દે કંપનીએ કોર્ટને ખાતરી આપી હતી કે, 'નવી પાઇપલાઇન શરૂ થયા પછી જૂની ઓપન ચેનલ દ્વારા પાણી છોડવાનું બંધ કરી દેવાશે. આ કારણસર સરકાર દ્વારા જાહેર કરેલા કેટલાક ઓર્ડર અને નોટિફિકેશન્સ રદ કરવામાં આવે, કંપનીને મરિન નેશનલ પાર્ક/સેન્ચ્યુરી વિસ્તારમાં પાઇપ લાઇનની મરામત અને જાળવણી કરવાની પણ મંજૂરી આપો. કંપનીને તેની ફેક્ટરીમાંથી સમુદ્રમાં વેસ્ટવોટર (effluent) છોડવાની પણ મંજૂરી આપો અને સરકાર દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.' જો કે, આ તમામ માગ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. 

આ પણ વાંચો: લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી

હવે 4 મેના રોજ થશે સુનાવણી 

સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાના કેસમાં સરકારના પ્રતિબંધ બાદ કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરીને આ માગ કરી હતી. આ અંગે વધુ સુનાવણી હવે આગામી 4 મે 2026ના રોજ હાથ ધરવામાં આવશે.